અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું અપહરણ થયું હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અજાણ્યા શખસો દ્વારા ઘરના ઓટલે બેઠેલા મહંતનું બે શખસો કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. મહંતના અપહરણ પાછળ આશ્રમના 2 હજાર કરોડની જમીન હોવાની શંકા સેવાઈ રહી છે. લાંબા સમયથી આશ્રમની જમીનનો વિવાદ ચાલી રહ્યો
મહંતને છોડાવવાના પ્રયાસ શરૂ અમદાવાદ જિલ્લાના ઘુમા ગામમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું અજાણ્યા શખસોએ અપહરણ કર્યું છે. આશ્રમ જમીન વિવાદમાં અપહરણ થયાની આશંકા પોલીસે તેવી છે. બોપલ પોલીસે અપહરણ કરનાર શખસોની શોધખોળ શરૂ કરી અને મહંતને છોડાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. આજે સાંજે 5.30ની આસપાસ મહંત તેમના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે કારમાં આવેલા બે શખ્ત મહંતને ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયા હતા.
અપહરણ બાદ પોલીસે શોધખોળમાં લાગી પોલીસને જાણ કરતા બોપલ પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની ટીમો મહંતની શોધખોળમાં લાગી છે. આશ્રમની જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે અજાણ્યા શખ્તો દ્વારા અપહરણ કરાયાની આશંકાને લઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
બોપલ પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટ્યા આશરે બે હજાર કરોડની 35 વિઘા જમીનના વિવાદમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ગાદીપતિની હત્યાની આશંકા સમાજના લોકોમાં સેવાઇ રહી છે.