અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અેક નિવેદનમાં જણાવવામાં અાવ્યું છે કે, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળખાતે 261મી બોર્ડ મિટીંગ યોજાઈ હતી જેમાં રૂ.548 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં અાવ્યું છે.
અાપણા રાજ્યની 44 ટકા પ્રજા શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં શહેરી જનોનું જીવન ગુણવત્તાસભર બને તે માટે બજેટમાં કુલ રૂ.548 કરોડની જોગવાઈ કરવામાં અાવી છે. જે ગતવર્ષના બજેટ કરતાં 15 ટકા વધારે છે.
રાજ્યના વિકાસમાં વસવાટ કરતાપ્રજાજનોનાં રોજીંદા પ્રશ્નો પૈકી મુખ્ય પ્રશ્ન રહેઠાણનો છે, અા સાથે જ રહેઠાણથી સલામત અને ઝડપી રોજગાર સ્થળે પહોંચવાનો છે. અા બાબતને ધ્યાનમાં રાખી માળખાગત સુવિધા જેવી કે, રોડ , રસ્તા અને પુલો બાંધવામાટે જોગવાઈ કરવામાં અાવી છે.
શહેરીજનોની સુવિધામાં વધારો કરવા અેમ્યુઝમેન્ટ પાર્ક ઉભો કરવા માટે પ્રારંભિક જોગવાઈ તરીકે 50,00 લાખની કરવામાં અાવી છે. કમ્પાઉન્ડ વોસ માટે અંદાજીત રૂ. 8.81 કરોડની જોગવાઈ કરવામાં અાવી છે. તળાવો બગીચાઓના વિકાસ અને નિભાવ માટે અંદાજીત રૂ. 7.88 કરોડની જોગવાઈ કરવામાં અાવી છે. ઔડા વિસ્તારમાં ગોતા-ગોધાવી કેનાલ પ્રોજેક્ટ માટે રૂ.15.00 કરોડની જોગવાઈ કરવામાં અાવી છે.