આજે અમદાવાદમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે. આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક મંચ પર હાજરી આપશે.
ભાજપાધ્યક્ષ અમિત શાહ એક દિવસ માટે આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આખો દિવસ ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે.
આ કાર્યક્રમ દરમિયાન આનંદીબહેન પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાશે. અમિત શાહ બેઠક બાદ CM રૂપાણી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. ત્યારબાદ 17 માર્ચે સવારે અમિતશાહ દિલ્હી જવા રવાના થશે.