અમદાવાદ : એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ડોક્ટરોની બેદરકારી ને કારણે બાળકો ટપો ટપ મારી રહ્યા છે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના અધિકારીઓ ના પેટ નું પાણી નથી હાલતું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં બહારથી લાવેલા ક્રિટિકલસ્થિતિમાં લવાયેલા ગરીબ બાળકો છેલ્લા પાંચ દિવસમાં 18 બાળકોના મોટ થયા છે. આ મોત કયા રોગના કારણે થઇ છે કોઈને જાણ નથી.
SATAYDAY.COM એ બાળકોના માતા પિતા સાથે કરેલી ટેલિફોનિક વાતચીત માં માતા પિતાએ કહ્યું કે , છેલ્લા પાંચ દિવસ થી બાળકો ના મોત થઇ રહ્યા છે.
પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આ અંગે કઈ જણાવતા નથી .સંપર્ક સાધતા તેમણે આવી ઘટનાનો ઇન્કાર કર્યો છે જયારે કાયમ આરોગ્યની ઘટનાથી અજાણ રહેતાં આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી નો સંપર્ક કરતાં તાપસ કરાવવાની તસ્દી લીધા વગર કહી દીધું કે , આ વાત અફવા છે કોઈ મોત થયા નથી તેમ કહ્યું .
જયારે બાળકો ના પોસ્ટમોર્ટન કર્યા વગર એમના માતાપિતાને એમના મૃતદેહો આપી દેવા માં આવ્યા .જેના કારણ નારાજ થયેલા મૃતક ના વાલિઓએ હોબાળો મચાવતા તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે.
ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત માં સરકારી હોસ્પિટલમાં બાળકોના ટપોટપ મોટ થઇ રહ્યા ત્યારે સરકાર અગમ્ય કારણોસર મોત સેવી રહી છે. ઉત્તર પ્રદેશ બાદભારત માં આ બીજી ઘટના છે કે જ્યાં એકસાથે આ પ્રકારે બાળકોનાં ઇમરજન્સી વોર્ડ માં પાંચ દિવસ માં 18 બાળકોના મોત થયા છે .