અમદાવાદ માં કોરોનાના કેસ ઘટતાં નથી અને શહેર ના 10 ઝોનને રેડઝોન તરીકે એલર્ટ કર્યા હોવા છતાં રોજના 250 થી વધુ કેસો આવતા પોઝિટિવ કેસનો આંકડો વધતો જ જાય છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કરફ્યુ લગાવવાના સમાચારો વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર અને ડીજીપી ના આદેશ મામલે વાયરલ થયેલા સમાચારો મામલે અમદાવાદ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને ખુલાસો કરવો પડ્યો છે કે આ એક અફવા છે.
વાયરલ થઈ રહેલા મેસેજમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ માં 15 દિવસ માટે કરફ્યુ લગાવવામાં આવી રહ્યો હોવાથી 15 દિવસનું કરીયાણુ, દવાઓ અને જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરીલો. સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. જોકે અમદાવાદ પોલીસે આ એક ખોટી અફવા છે અને આ ખોટી અફવા ફેલાવવા પર કાયદાકીય ગુનો બનતો હોવાનું જણાવી આ વાયરલ મેસેજને કોઈને મોકલવો નહીં તેવી સલાહ આપી હતી.