ગત્ મોડી રાત્રે જમ્મૂ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં અમદાવાદના મેઘાણી નગરનો એક જવાન શહીદ થયો છે. અમદાવાદના મેઘાણીનગરનો નિવાસી શહીદનું નામ પ્રદીપસિંઘ બ્રજકિશોર કુશવાહા છે. આજે એરપોર્ટના એરફોર્સ ગેટ પર ગાર્ડ ઓફ ઓનર થશે. શહીદના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર બાદ મેઘાણીનગર નિવાસ સ્થાને લઈ જવાશે.શહીદના અંતિમ સંસ્કાર કરાશે.
આતંકી સાથે અવાર નવાર થઇ રહેલી અથડામણમાં ફરી આપણે એક જવાનને ગુમાવ્યો છે. ગુજરાતના અમદાવાદના વતની આ જવાનના મૃતદેહને આજે માદરે વતન લાવવામાં આવશે ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરાશે.