Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ, સંચાલકો વિરુદ્વ ફિટ થતો કાયદાકીય ગાળીયો
Ahmedabad: સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારી અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના કથિત દુરૂપયોગને કારણે બે દર્દીના મૃત્યુ થયાની ઘટનામાં પોલીસ એક્શન મોડમાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજવી પ્રદીપ કોઠારી સહિતના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહીની સંભાવના વચ્ચે ડો. પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી લીધી છે.
ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડની કાર્યવાહીને પગલે હવે કથિત રાજકીય પીઠબળ ધરાવતા હોસ્પિટલના સંચાલકો વિરૂદ્ધ પણ સકંજો કસાવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે.
ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલકાંડમાં તબીબ સહિત કુલ પાંચ વ્યક્તિ વિરૂદ્ધ ગુન્હો નોંધાયેલ છે. ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક નેતાની ભાગીદારીની ચર્ચાથી હોસ્પિટલ સંચાલકોને સત્તાનું સંરક્ષણ પ્રાપ્ત હોવાની ચર્ચાઓ વચ્ચે આ પ્રકરણમાં ભીનું સંકેલાવાની આશંકાઓ સામે કડક કાર્યવાહીનો સંકેત પ્રાપ્ત થયો છે. જેને પગલે આગામી સમયમાં વધુ મોટી કાર્યવાહીઓ થવાની શકયતા છે.