માણસા ના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીના પિતરાઈ ભાઈ સમીર ચૌધરી (ચરાડા)પર સવારે હેરિટેજ વોક કરવા માટે કાલુપુર જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં માધવપુરામાં તેના ઉપર અજાણ્યા યુવકોએ છરા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમીર ચૌધરીને હોસ્પિટલમાં દાખલ કરેલ છે.અજાણ્યા શખ્સો દ્વારા સમીર ચૌધરી પર ચાલુ બાઈક પર સ્ટેબિંગ કરવામાં આવ્યું હતુ.
સમીર ચૌધરીને અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં અાવ્યા છે. ચાલુ બાઈક પર સ્ટેબિંગ થતા માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.સમીર ચૌધરી હેરિટેજ વોક માટે અાવતા પ્રવાસીઓને રૂટ પર લઈ જવાની કામગીરી સંભાળે છે. શહેરનાં અમદાવાદમાં અત્યંત ગંભીર કહી શકાય તેવી આ ઘટના વષોઁ બાદ બનેલ છે.
અા ઘટના અંગે માધવપુરા પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
[slideshow_deploy id=’27143′]