[slideshow_deploy id=’34596′]સાવધાન અમદાવાદીઓ, શહેરમાં થઇ શકે છે બોમ્બ બ્લાસ્ટ.શહેરના બાપુનગર વિસ્તારમાં એક ડોક્ટર અને એક શાળા સંચાલકને આવી છે. ધમકી. જી હા શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા શાળા સંચાલક ચેતન યાદવ અને એક ડોક્ટરને નકસલીઓએ પત્ર લખીને ધમકી આપી છે.જેમાં ધમકીમાં પાંચ-પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.અને જો નાંણા આપવામાં ન આવે તો તેમને જાનથી મારી નાખવાની અને શાળામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
લાલ કલરનો પત્ર. પત્રમાં આપી ધમકી.નકસલીઓએ આપી ધમકી.અમદાવાદના બાપુનગર વિસ્તારના રઘુનાથ શાળાના સંચાલક ચેતન યાદવ અને તેની પત્ની ખુશી યાદવને.તેમજ બાપુનગરના જ એક ડોક્ટરને 8મી તારીખે પત્ર મળ્યો છે.આ પત્ર સ્પીડ પોસ્ટથી મળ્યો છે.પત્ર નકસલીઓએ લખ્યો હોવાનો ઉલ્લેખ છે.અને બન્ને રહીશોને 9મી માર્ચના રોજ પાંચ-પાંચ લાખ રૂપિયા નજીકના એક સ્થળે કે જે જગ્યાએ લાલ રંગનુ કપડુ હશે.તેમાં મૂકી દેવાની ધમકી આપી છે.અને જો બન્ને રહીશો નાંણા ન આપે તો તેમને ગોળીથી મારી નાખવાની અને શાળામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.
પત્ર મળતા જ બન્ને રહીશો, શાળા સંચાલક અને ડોક્ટરે તાત્કાલીક સ્થાનીક પોલીસને જાણ કરી હતી.જેના પગલે પોલીસે પત્રમાં લખેલા એડ્રેસ તેમજ જે જગ્યાએ નાણાં આપવાની વાત લખી છે.તે બન્ને જગ્યાએ વોંચ ગોઠવી દિધી છે.જો કે લાલ કલરનાં રંગની વાત આવે છે.એટલે પોલીસ વધારે સર્તક છે.કારણ કે લાલ રંગ નકસલીઓ હોવાનો પૂરાવો આપે છે.
જો કે પોલીસની પ્રાથમીક તપાસમાં આ પત્ર બન્ને વ્યક્તિઓના કોઇ અંગત વ્યક્તિએ બદલાની ભાવનાથી લખ્યો હોય.તેવો અંદેશ છે.તેમ છતા બાપુનગર પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસ કરી રહી છે. કારણ માત્ર નકસલીઓનો પત્ર અને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઉલ્લેખ છે.