અમદાવાદના ભદ્ર પાથરણા બજારમાં છેલ્લો રવિવાર હોવાથી દિવાળી ખરીદી માટે પડાપડી માસ્ક વિના ફરતા દેખાય લોકો, દિવાળીના હજુ ચાર દિવસ જ બાકી હોવાથી લાલદરવાજાના ભદ્ર પાસેના પાથરણા બજારમાં ભારે ભીડ જોવા મળી .દિવાળી લઈને બજારમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. ગયા વર્ષ કોરોનાના કારણે તહેવારોની મન્જુરીના મળતા આ વર્ષની દિવાળીને લઈને લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અમદાવાદના ભદ્રના પાથરણા બજારમાં ભારે ભીડ જોવા મળી ભદ્રના પાથરણા બજારમાં સોયથી લઈને ઘરની બધી વસ્તુ મળી જાય છે લોકો બધી ખરીદી કરીને નવા વર્ષની ઉજવણી કરે છે લોકોનામા સારો ખુશીનો માહોલ જોવા મળ્યો.
બજારમાં કોઈએ માસ્ક કે સોશિયલ ડીસન્ટન્સ નથી રાખ્યું લોકોએ નિયમોનો ભંગ પાડ્યો ખરીદી કરવામાં લોકો ભૂલી જાય છે કે કોરોના હજુ ગયો નથી. ગયા વર્ષની દિવાળીમાં કોરોનાના કેસોમાં ખુબ વધારો જોવા મળ્યો લોકો ધ્યાનમાં રાખીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખે સરકાર છૂટ આપતા જ લોકો ખરીદી કરવા માટે ગાંડીતુર થઈ ગયાછે.