અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરને ત્યાં આઈટી ઓફિસરના દરોડાનો આજે બીજો દિવસછે..આજે પણ આઈટીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે.કોરોના કાળમાં દરોડાને લઈને સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડયા. અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના ૨૭ સ્થળે ચાલી રહેલા દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્ષના અધિકારીઓ એ પોતાની તથા અન્ય ની સલામતી માટે PPE કીટ પહેરીને દરોડાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં એક રૂમ ભરીને દસ્તાવેજો મળી આવ્યા હતા. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલના ખાસ મિત્ર ગણાતા ભરત પટેલના એક રૂમમાં દસ્તાવેજો સંતાડી રાખવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દરોડા ચાલુ હતા ત્યારે આવકવેરા ખાતાને મળેલી માહિતીને આધારે સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ભરત પટેલના મકાન પર તપાસ કરવામાં આવતા અને તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.
દરોડા હેઠળ આવી કંપનીઓની લિસ્ટ
- પોપ્યુલર રિયાલિટી પ્રા.લિ
- પાયોનિયર ઈન્ફ્રા લિમિટેડ
- પોપ્યુલર હબલ એન્ડ રિયાલિટી લિમિટેડ
- સાવન ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- દશરથ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- સુદામા ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- શોલે ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- ક્રિનેશ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- શાલીમાર ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- શાનદાર ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- શીતલ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- શિવા ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- શ્રીપદ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
- સવિતા ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ
નોંધનીય છે કે તેણે આવકવેરા ખાતાના અધિકારીઓને તમામ વિગતો આપી અને દસ્તાવેજો કયા રૂમમાં સંતાડવામાં આવ્યા છે તે બતાવી દીધા હતા. કોરોનાને કારણે આવકવેરા ખાતાએ દોઢસો અધિકારીઓને લઈ જવા માટે 50થી વધુ ગાડીઓ ભાડે કરવી પડી છે. દરોડાનો આરંભ 24 સ્થળથી કરવામાં આવ્યો હતો. તેમાં 18 નિવાસસ્થાન અને 6 ઑફિસનો સમાવેશ થતો હતો.