અમદાવાદ શહેર માં દિવસે ને દિવસે કોરોના વાયરસ ના કેસ માં વધારો થઈ રહ્યો છે ગઈ કાલે અમદાવાદ શહેર માટે પણ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા હતા જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ને 14 દિવસ માટે કોરોન્ટાઇન કરવા માં આવ્યા અને તેમનો ચાર્જ મુકેશ કુમાર ને આપવામાં આવ્યો હતો.પરંતુ અમદાવાદ ના લાલદરવાજા થી આવતો રસ્તો જ્યાં વાહનો ની એટલી બધી કતારો લાગી હતી કે તેના દ્રશ્યો જ આપણ ને કઈક કહી જાય છે કે હજુ અમદાવાદ વાસીઓ ને કોરોના વાયરસ ની ગંભીરતા નથી.આજે સત્ય ડે ની ટીમ દ્વારા લાલદરવાજા ની મુલાકાત લીધી હતી જ્યાં લોકો નવા નવા બહાના લઈ ને બહાર નીકળી પડતા જોવા મળ્યા હતા અમુક લોકો તો 6 મહિના જૂની ડોક્ટરો ની ફાઇલ લઈ ને બહાર નીકળી પડ્યા હતા.
આવા લોકો સામે પોલીસ પણ કોઈ પણ જાત ની શરમ ભર્યા વગર કાયદેસર ની કાર્યવાહી કરી ને વાહન ડિટેઇન કરવાની અને જાહેરનામા ભંગ ની કલમ 188 મુજબ ની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.સત્ય ડે ની ટીમ દ્વારા સ્થાનિક કારંજ પોલીસ સ્ટેશન ના અધિકારી સાથે વાત કરતા તેમને પણ પોતાની વેદના ઠાલવી હતી કે અમારા દ્વારા જનતા ને સમજાવવા માં આવે છે કે કામ વગર બહાર ન નીકળો તેમ છતાં પણ લોકો બહાર નીકળતા હોવાથી અમારે કાર્યવાહી કરવાની ફરજ પડે છે.