અમદાવાદના નવા CP તરીકે આ 2 મોટા નામની ચર્ચા, IPSની બદલીઓના ભણકારા, DGP ના પદ માટે જાણો કોણ પ્રબળ દાવેદાર આગામી નજીકના દિવસોમાં રાજયમાં IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓ આવી રહી છે. જેમાં કારણે ધરખમ ફેરફર આવી રહયા છે. લોકડાઉન પૂર્ણ થતાં જેમાં ખાસ કરીને હાલના DGP શિવાનંદ ઝા જુલાઈના અંતમાં એકસન્ટેશનનો સમય પૂરો થતાં સેવા નિવૃત્ત થઈ રહયા છે અને હવે તેમને બીજુ એક્સ્ટેન્શન મળે તેવી શકયતા નથી. ત્યારે તેમના સ્થાને રાજયમાં નવા પોલીસ વડા તરીકે સીનીયર IPS આશિષ ભાટિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે.
જોકે તેમનાથી સિનિયર IPS રાકેશ અસ્થાના પાછા ફરે તેવી શકયતા નહીવત છે. આશિષ ભાટિયા રાજ્યના નવા DGP બનવાની શકયતા છે ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પદ મેળવવા માટે કેશવ કુમાર અને અજય કુમાર તોમરના નામની ચર્ચા ચાલી રહી છે. તેવી જ રીતે સીએમ વિજય રૂપાણીની નજીકમાં મનાતા વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર અથવા તો આઈજી સ્ટેટ ઈન્ટેલીન્સ બ્યૂરોના વડા બની શકે તમે છે. વધુ એક આઈપીએસ જે કે જેઓ સીએમ રૂપાણીની નજીકમાં મનાય છે, તે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંગ અમદાવાદમાં રેન્જ આઈજી બની શકે છે.અમદાવાદ શહેરમાં ઝોન 1, ઝોન 7 અને ઝોન 6 DCP ને પ્રમોશન આવતા તેમના સ્થાને નવા અધિકારીઓ મુકાશે.