ગુજરાતમાં કડક દારૂબંધી નો અમલ તો છે જ, અલબત્ત ઘણાં અસામાજિક તત્વો ચૂંટણી માં દારૂનો ઉપયોગ સ્વસ્થ ચૂંટણીના વાતાવરણને ડહોળવા માટે કરતા હોય છે. પણ ચૂંટણી દરમિયાન આવા તત્વોને ઝબ્બે કરવા અમે એક્શન પ્લાન બનાવી રહ્યાં છીએ એમ, અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંગએ જણાવ્યું છે.
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મંગળવારે અમદાવાદ કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં કલેકટરે દારૂબંધીના અમલ સંદર્ભે પોલીસને દારૂ વેચતા તત્વોને પકડી પાડવા તાકીદ કરી હતી.
પોલીસ કમિશનર આ અંગે વધુમાં જણાવ્યું છે દરેક ચૂંટણી વખતે કોઈપણ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારે સ્થિતિ નહીં તે જોવાની પોલીસની ફરજ છે. ચૂંટણીમાં ખાસ કરીને બુથ ઉપર સ્થિતિ ડહોળવા માટે અસામાજિક તત્વોનો દારૂનો ઉપયોગ કરતા હોવાનું જોવા મળ્યું છે. જોકે, અમે આગામી ચૂંટણી માટે આ દિશામાં જુદી જુદી ટીમો બનાવીને એક ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરીશું.