અપકમિંગ બોલિવૂડ ફિલ્મ પેડમેનના પ્રમોશન માટે અક્ષય કુમાર અને ડાયરેક્ટર આર બાલ્કી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદના થિયેટરમાં પેડમેન ફિલ્મનું પહેલું સ્પેશ્યલ સ્ક્રિનિંગ યોજાયું હતુ. આ સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં ગુજરાતના સીએમ વિજયભાઇ રૂપાણી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના મંત્રી વિભાવરી બેન દવે પણ હાજર રહ્યા હતા.
અક્ષય કુમાર અને આર બાલ્કી સાથે ફિલ્મ જોયા બાદ સીએમ રૂપાણીએ પેડમેન ફિલ્મના વખાણ કર્યા હતા. જ્યારે કે ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરાશે કે કેમ તે વિશે પુછાતા તેમણે વિચારી શું તેમ કહીને વાતને ટાળી દિધી હતી. આ સિવાય અક્ષયે આપેલા નિવેદન પ્રમાણે ભારતમાં સેનેટરી નેપકિન પર લગવવામાં આવતા ટેક્સને દુર કરવામાં જોઇ કે નહીં તે વિશે સીએમ રૂપાણીને પુછતા તેમણે જીએસટીનું બહાનું બતાવી વાતને ફેરવી દીધી હતી. આ સિવાય અક્ષય કુમારે પેડમેનના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં જોડાવવા બદલ સીએમ રૂપાણીને આભાર માન્યો હતો.