અમદાવાદમાં અત્યારે રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એક પછી એક ઢોર પકડવામાં આવી રહ્યા છે. ત્યારે એએમસીએ એક નોટીસ પણ જારી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પશુમાલિકોને ધ્યાનમાં રાખીને આ નોટીસ જારી કરવામાં આવી છે.છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં 600થી વધુ પશુઓને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે આ પશુઓને 3 મહિના સુધી ઢોરવાડામાં રાખવામાં આવશે.
પશુઓનો પહેલાની સરખામણીએ ત્રાસ ઓછો થઈ રહ્યો છે ત્યારે કેટલી જગ્યાએ હજૂ પણ રખડતા ઢોર અમદાવાદમાં જોવા મળી રહ્યા છે ત્યારે પશુ માલિકોને એએમસી દ્વારા નોટીસ જારી કરવામાં આવી છે.- પશુમાલિકોએ આટલા આદેશ માનવા પડશેપશુ રાખવાના સ્થળે સાફ-સફાઈ રાખવી, જાહેર સ્થળો પર પશુને ઘાંસચારો નાખવો નહીં, પશુ માલિકોએ પશુને ખુલ્લામાં રાખવા નહીં, પશુઓની અવર-જવરથી ટ્રાફિક ન કરવો, પશુ માલિકોએ પશુનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે આ ઉપરાંત ટેગ નહીં લાગેલા પશુને મુક્ત કરવામાં આવશે નહીં. નાગરીકોએ જાહેર સ્થળોએ પશુઓને ખાદ્યપદાર્થ આપવો નહીં. આમ આ પ્રકારે કોર્પેોરેશન દ્વારા આ પ્રકારે નોટીસ જારી કરવામાં આવી છે. જેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.