આજે અમદાવાદ રિવરફ્ન્ટ્ર ખાતે આઇશા આત્મહત્યા કેસની માફક વધુ એક ઘટના પૂનરાવર્તન થતા રહી ગઇ છે. આજે બપોરે રિવરફન્ટ્ર પરિણીતાએ નદીમાં ઝંપાલાવાનું પ્રયાસ કર્યો હતો જો કે પરિણીતા ઝંપલાવે તે પહેલા આસપાસના લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા અને બચાવી લઇ પોલીસને સોપી હતી જયા પોલીસે પરિણિતાનું કાઉન્સિલંગ કર્યુ હતુ.
ઘરકંકાસને લઇ યુવતીએ આપઘાત કરવાનું પ્રાથમિક તપાસ જાણવા મળી રહ્યુ છે.બપોરે સમયે પરિણિતા દોડતા-દોડતા નદીમાં કૂદવાનુ પ્રયાસ કર્યુ હતુ જો કે લોકોની સમયસૂચક્તાથી પરિણાતાને બચાવી લેવાઇ હતી જેમાં પરણિતા ચોધાર આસું રડતા રડતા કહેતી હતી કે મારા લગ્ન નાની ઉંમરે થયા છે પતિ સાથે ઝઘડો થતા હું આત્મહત્યા કરવા આવી છું.
નોધનીય છે કે થોડાક સમય આગાઉ ખૂબ જ ચકચારી આયશા નામની પરિણાતીએ પતિના ત્રાસથી કંટાળીને રિવરફન્ટ્ર પરથી હસ્તે મોઢે મોતને વ્હાલ કર્યુ હતું જેના પડઘા સમ્રગ દેશભરમાં પડ્યા હતા આયશા આપઘાત કેસમાં આયશા પતિ આરીફને દુષ્પ્રરેણાંના ગુનોમાં જવાબદાર ઠેરવતા અમદાવાદ સેન્શન કોર્ટ 10 વર્ષની સજા ફટકારી છે