ગુજરાત યુનિ.મા ટેંડર કૌભાંડ મામલે વીસી હિમાંશુ પંડ્યા ને NSUI દ્વારા આવેદન પત્ર અપાયુ હતુ.બે દિવસમા સરકારને રિટાયર્ડ જજની કમિટી રચવા માટે વીસી ભલામણ કરે તેમ માંગ કરાઇ છે. જો બે દિવસમાં વીસી સરકાર પાસે ભલામણ ના મોકલે તો રાજીનામું આપે તેવી પણ માગ અાવેદન પત્રમાં કરવામાં અાવી છે.
યુનિ. ના ટેંડરના કૌભાંડ કરી શકે છે સો કરોડનો આંકડો પાર. 19 મી એપ્રિલે યુનિ.મા ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે NSUI યોજશે વિદ્યાર્થી પંચાયત. 19 એપ્રિલે બે વાગે યુનિ. કેમ્પસમા યોજાશે વિદ્યાર્થી પંચાયત. ટેંડર ભ્રષ્ટાચારના નિષ્પક્ષ તપાસ ના થાય તો NSUI ઉગ્ર વિરોધ કરશે.