અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અાજે એક નવો રેકોર્ડ બની ગયો, અહીંના ડૉક્ટરોએ અાજે કુદરતને હરાવી દીધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના અાંગણે એક એવુ બાળક અાવ્યું હતું કે, જે ભારતભરના ડૉક્ટરો માટે ચેલેન્જ હતુ કારણકે કુદરતે એની સાથે ક્રુર મજાક કરી હતી.
છોટા ઉદેપુરના ખેડૂત એવા દંપત્તિના ઘરે પહેલી દિકરી અવતરી દિકરી અવતરતાંજ ઘરે લક્ષ્મી અાવ્યા હોય એવો માહોલ હતો પરંતુ અા અાનંદ માત્ર થોડા મહિનામાં મુસીબત બની ગયો એમની દિકરીનું પેટ અચાનક મોટુ થવા લાગ્યું.
શરૂઅાતમાં દોરાધાગા અને પછી સ્થાનિક ડૉક્ટરે સારવાર કરીને હથિયાર હેઠાં મુકી દીધા. માંડ બે ટાઈમનો રોટલો પામતાં અા બંને જણાં થાકીને સિવિલ હોસ્પિટલમાં અાવ્યા, શરૂઅાતમાં બાળક જોઈ ડૉ.રાકેશ જોશી પણ હેબતાઈ ગયા કારણકે અાવો કેસ એમણે ચોપડીમાં વાંચ્યો હતો. જીવનમાં ક્યારેય જોયો ન હતો. કારણકે બાળક ફીટુ ફેટ્સ સાથે જન્મેલું હતું, અેટલું જ નહી દુનિયામાં અાવા માત્ર 200 કેસ નોંધાયા છે અને 15 લાખમાં એક બાળક એવું હોય કે જેની પેટમાં બીજુ બાળક ઉછરતું હોય એટલેકે ટ્વીન બાળક ઉછરતું હોય એટલેકે ટ્વીન બાળક હોય પરંતુ બીજા બાળકનો જન્મ નથાય અને બીજુ બાળક પહેલાં બાળકના પેયમાં ઉછરતું હોય.
ફુલેલા પેટનું ઓપરેશન કરવી મોટી ચેલેન્જ હતી કારણકે અાવુ બાળક ભાગ્યેજ બચતું હોય છે અને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યુ પરંતુ અહી ડૉ. રાકેશ જોશીને કુદરત સામે લડવાનું હતુ, રાકેશ જોશી કહેછે કે જે રીતે બાળકના પેટમાં બીજુ બાળક વિકસી રહ્યુ હતુ એના કારણે અેના ફેફસાં અને હૃદયપર અસર થઈ હતી, લોહી વહી જાય તો બાળક બચે નહી, અામ છતાં અમે બાળકને બચાવી લેવાનું નક્કી કર્યુ સાડાચાર કલાકના ઓપરેશન પછી નાનકડાં ઘડ, કરોડરજ્જુવાળા ઉછરેલાં બાળક 130 ગ્રામના બાળકને દૂર કર્યુ.
કુદરત સામે લડીને બાળકીને બચાવનાર ડૉ. રાકેશ જોશી કહે છે કે ભગવાનની દયા હતી કે મારી સીઝરને સ્કોલપેલ સરખું કામ કરી ગયુ અને જીવ બચી ગયો.
ડૉ. રાકેશ જોશી ભલે કહે પણ અેમણે કુદરતને કહી દીધુ કે તમારા હથિયાર હેઠાં મુકો મારા સ્કાલપેલ અને સીઝર સામે કુદરતનું કાંઇ નહીં ચાલવા દઉં