અમદાવાદ પત્રકાર એકતા સંગઠનના અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઇ પટેલ તથા અન્યપત્રકાર સંજયભાઇ પર અમદાવાદમાં જમાલપુર ખાતે ત્રણ પાડાઓને લઈ જતી રીક્ષામાથી પાડાઓને મુક્ત કરાવવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પકડવામાં આવેલ જે અંગે ના ન્યૂઝ કવર કરવા ગયા ત્યારે હુમલો થયો હતો. ગાયકવાડ દાણીલીમડા અને કાગડાપીઠ પોલીસની વાહનોની હાજરીમાં જીવદયા ટ્રસ્ટના મેમ્બરો તેમજ પત્રકારો સંજયભાઇ ઠક્કર અને હસમુખ પટેલ જે તે વખતે રેકોર્ડિંગ કરતા હતા. તે વખતે કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સંજયભાઇ ઠક્કરને માથાના ભાગમાં ઈજાઓ થઈ છે તેમજ જમણા હાથના ભાગમાં લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતાં ઇજા પામ્યા હતા સંજયભાઇ ઠક્કર વધુ પડતા ઘવાયા હોઇ તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.