અમદાવાદની નર્સ સાથે સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી છેતરી હત્યા કરવાનો પ્રયાસનો બાનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા ઠાસરા તાલુકાના વિસનગરના હિતેન્દ્ર પરમાર નામના યુવાન દ્વારા અમદાવાદ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા સાથે સોશિયલ મીડિયા થી મિત્રતા કેળવી હતી. અને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બન્ને પ્રેમી અવાર નવાર મળતા પણ હતા. આરોપી હિતેન્દ્રએ પોતે અપરણિત હોવાનું જણાવ્યું હતું જોકે પ્રેમિકા નર્સ ને તેનો પ્રેમી પરિણીત હોવાની જાણ થતા તે બંને વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું.
ત્યારબાદ પ્રેમિકા નર્સે પ્રેમી હિતેશ પરમાર ને લગ્ન કરી લેવાનું જણાવતા તેણે કહ્યું હતું કે થોડો સમય રાહ જુઓ આપણે લગ્ન કરી લઈશું, તેમ કહી વાયદો કર્યો હતો. અમદાવાદ હોસ્પિટલમાં નોકરી પૂરી કરીને ઘરે આવેલી હતી. તે વખતે આરોપીએ મોબાઈલ ઉપર ફોન કરી તારી શુટકેસ મારી પાસે છે તો હું આપવા આવ્યો છું. અને રબારી કોલોની રસ્તા ઉપર ઉભો છું તું આવીને લઈ જા તેમ કહી બોલાવી બાદમાં ફરવા જવાનું કહી એક્ટીવા પર બેસાડી અમદાવાદ થી કઠલાલ થઈ પાવાગઢ થી વડોદરા લઈ ગયો ત્યાર બાદ આણંદ અને આણંદથી પોતાના ગામ ઠાસરાના વિસનગર ખાતે લઇ આવ્યો હતો.
જ્યાં ગામની નહેર ઉપર રાત્રે રાત્રીના સાડા આઠેક વાગ્યે વાતચીત કરતાં તને તરતા આવડે છે કે કેમ તેમ પૂછી તરતાં નથી આવડતું તેમ જણાવતા આરોપીએ કહ્યું કે તું મરી જઈશ પછી હું શાંતિથી જીવી શકી તેમ કહી નહેરમાં ધક્કો મારી દીધો હતો. નહેર માંથી બહાર નીકળી જવા પ્રયત્ન કરતાં તેણે ફરીથી નહેરમાં ધક્કો મારી પાણીમાં પડતા પાણી પી ગયેલ જેથી બચાવો-બચાવોની બૂમો પાડતા એક સ્થાનિક ગ્રામજન દ્વારા દોરડાથી બચાવવામાં આવી હતી. જ્યારે આરોપી એકટીવા લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે ઠાસરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ઠાસરા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.