અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંત્રણદિવસ ચલાવવામાં આવનાર સુનવણીમાં જીટીયુ સલગ્ન ૪૫૦ કોલેજો પૈકી પરિક્ષામાં ગેરરીતી કરતા પકડાયેલ તમામ વિદ્યાર્થીઓ માટે તા. ૨૭ફેબ્રુઆરી ૨૦૧૮ થી ૧લી માર્ચ, ૨૦૧૮ દરમિયાન અલગ અલગ કેસોની સુનાવણી કરવામાં આવી રહી છે.
સુનાવણીનાંપ્રથમ દિવસ દરમિયાન કુલ ૧૧૫માથી ૯૮ વિદ્યાર્થીઓ તેમજ બીજા દિવસે ૧૨૪ વિદ્યાર્થીઓમાથી ૯૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ આવતીકાલે થનાર સુનવણીમા કુલ ૧૧૬ વિદ્યાર્થીઓ હાજર રહેશે. તેઓની સુનાવણી બાદ સજા જીટીયુ દ્વારા વેબસાઈટ પર તેમજ જે તે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરાશે.