દેશ અને દુનિયાભરના લોકો કોરોના વાયરસથી પરેશાન છે ત્યારે ભારત સહિત દુનિયામાં દર કલાકે કોરોનાનો ભોગ બનનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોઈપણ ચીજવસ્તુને એક કરતા વધારે લોકો અડકવાનુ ટાળી દે તો કોરોનાનો ચેપ આગળ વધતો અટકી શકે છે. હેન્ડ સેનીટાઈઝરની બોટલ ને પણ વારંવાર અડકવાનું ટાળવું જોઈએ. આ દિશામાં જ રિસર્ચ કરીને નવા વાડજના કમલેશ ગજ્જરે ઓટોમેટીક હેન્ડ સેનીટાઈઝર મશીન બનાવ્યું છે. જ્યારે ચલણી નોટોને પણ સેનેટાઈઝર મશીનથી વાયરસ મુક્ત કરવા માટે કરન્સી સેનીટાઈઝર મશીન પણ તૈયાર કર્યું છે. જેમાં ચલણી નોટ ઉપર યુવી લાઈટ પાડવામાં આવે છે તથા સેનીટાઈઝરનો સ્પ્રે પણ ઓટોમેટીક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો આ બંને મશીન દરેક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવે તો ચેપનું પ્રમાણ ઘણું ઘટી શકે તેમ છે. બીજી તરફ કમલેશભાઈએ તૈયાર કરેલ કરન્સી સેનીટાઈઝર માશીનમાં પણ જેવી ચલણી નોટ મૂકવામાં આવે કે તરત જ તેના ઉપર બેક્ટેરિયા નષ્ટ કરી દે તેવી યુવી લાઈટ પાડવામાં આવે છે. આ ઉપરાંત મશીનમાં જ નોટ ઉપર સેનીટાઈઝરનો જરૂર મુજબ નો સ્પ્રે કરવામાં આવે છે. કમલેશ ના જણાવ્યા મુજબ બેંકોમાં જ્યાં ચલણી નોટો ગણવાના મશીન રાખવામાં આવ્યા હોય છે. તેમાં પણ આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકાય એટલે ભવિષ્યમાં તમામ ચલણી નોટો બેક્ટેરિયા મુક્ત થઈને જ બહાર નીકળે.