વાત પોરબંદરમાં ચૂંટણી લડી રહેતા ગુજરાતના પ્રધાન બાબુ બોખિરીયાની નહિ પણ વાત છે બાબુભાઇ માંગુકિયાની, કોંગી નેતા બાબુ માંગુકિયા ગઈ કાલે કોંગી નેતા મધુસુદન મિસ્ત્રીના દીકરાની સ્મશાનયાત્રામાં ગયા હતા.
આમેય દુઃખી માહોલથી બાબુભાઇ દુઃખી હતા એમાં સ્મશાન ચોરોએ એમના દુઃખમાં વધારો કરી દીધો બાબુભાઇ રામબોલો ભાઈ રામ કરતા હતા. ત્યાં સ્મશાન યાત્રામાં ભાઈ રામ કરી નાખ્યું બાબુ માંગુકિયા જયારે સ્મશાન યાત્રાથી પરત આવી રહ્યા હતા ત્યારે કાંઈક જરૂર માટે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે એમનું ખિસ્સું કપાઈ ગયું છે. એમાંથી 27,700 રૂપિયા અને આઈકાર્ડ ચોરાઈ ગયા હતા. બાબુભાઇને ફાળ પડી કે આઈકાર્ડ વગરએ દિલ્લીની સુપ્રીમ કોર્ટમાં નહિ જઈ શકે એટલે બંધાયેલ બાબુભાઇ સ્મશાન યાત્રા માંથી સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.