કાળુપુરના વેપારીને બેંક મેનેજર તરીકેની ઓળખાણ આપી અને તેના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ની માહિતી મેળવી રૂપિયા સવા લાખનો ચૂનો લગાવી ની ઘટના બાદ સોલા વિસ્તારમાં રહેતા એક રિટાયર્ડ ડીવાયએસપી ને પણ આવા જ એક બોગસ ટેલીકોલરે બેક કર્મચારી તરીકેની ઓળખ આપી 49000 લગાડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે સોલા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે.
સોલા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી હીરાભાઈ રામભાઈ દેસાઈ રિટાયર્ડ ડીવાયએસપી છે. જેઓ ઘાટલોડિયા વિસ્તારના સુરમ્ય એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે.
સોમવારે સાંજે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામે છેડે વાત કરનાર વ્યક્તિએ પોતાને એસબીઆઇ બેન્કના કર્મચારી હોવાનું જણાવ્યું હતું. તેણે વારાફરતી બે અલગ-અલગ નંબર ઉપરથી વાત કરી અને નિવૃત્ત ડીવાયએસપી પાસેથી તેમના ડેબિટકાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઓટીપી તેમજ અન્ય વિગતો માંગી હતી. તેમની વાતચીત પર ભરોસો બેસતા નિવૃત્ત પોલીસ અધિકારી દેસાઈએ તેમને પોતાની ડેબિટકાર્ડ અને ક્રેડિટ કાર્ડ ની વિગતો આપી હતી.
ત્યારબાદ બીજા દિવસે તેમના એકાઉન્ટમાં થી અંદાજે રૂપિયા 50 હજારની ઉઠાંતરી થઈ હતી જેમાંથી 40 ની ખરીદી કરવામાં આવી હતી અને દસ રૂપિયાની ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા દેસાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે કુલ 49995ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ કેસના તપાસ અધિકારી અને સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ.ગઢવીએ જણાવ્યું છે કે આ બાબતે અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે જોકે લોકોએ પણ આવા લેભાગુ નકલી બેંક કર્મચારીઓને તરીકેની ઓળખ આપતા લોકોથી ચેતવા જેવું છે.