વિરમગામ તાલુકાના પસાર થતી ફતેવાડી કેનાલ થકી હાલમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે સિંચાઈ વિભાગની બેદરકારીથી ગત મોડીરાત્રિના- કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા થુલેટા, સૂરજગઢ, સહિતના ગામોના ખેતરોમાં કેનાલના ધસમસતા પાણી ઘુસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી જેના પગલે અંદાજે ૨૦૦૦ વિઘામાં રવિપાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના અનેક ગામડાઓમાંથી નર્મદા મુખ્ય કેનાલ સહિત પેટા કેનાલો પસાર થઈ રહી છે ત્યારે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ જીલેટા સુરજગઢ ગામના ખેતરોમાં વિરોચરનગર ઘોડા ગામની પસાર થતી કાચી કેનાલમાં ફતેવાડી કેનાલમાં પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થતા રવીપાકને માત્ર પાયે નુકશાન થવા પામેલ છે. ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ઘઉં, જીરૂ, એંરડા, જુવાર, સહિતના રવિપાકને હજારો હેક્ટરમાં નુકશાન.
તાજેતરમાં રાજ્ય સરકાર-દ્વારા ખેડૂતો રવિપાક લઈ શકે તે માટે વિરોચરનગર ઘોડાગામની પસાર થતી કાચી કેનાલમાં ફતેવાડી કેનાલમાં પાણી છોડતા વિરમગામ તાલુકાના જીલેટા અને સુરજગઢ ગામના ખેડૂતોના ખેતરોનાં કેનાલ ઓવરફલો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાની પહોંચી હતી. આમતંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. નર્મદા વિભાગની બેદરકારી કારણે અવારનવાર મુખ્ય કેનાલ સહિત પેટા કેનાલમાં અગાઉ ગાબડા પડવાના બનાવો બન્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી આ ઘટના બન્યા બાદ જવાબદાર કોઈ અધિકારીઓ ડોકાયા ન હતા. વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય લાખા ભરવાડ બન્ને ગામોની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને થયેલ નુકશાન બાબત ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.