ડીપેએસ સ્કૂલમા વિવાદ મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ સીબીએસસીના ચેરમેન અનીતા કરવાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. સ્કૂલના વિવાદ મામલે સીબીએસસીના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે. આજે સીબીએસસીના બે સીનીયર અધિકારીઓ ગુજરાત આવશે અને ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં ડીપીએસની માન્યતા રદ્દ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવાશે.
ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થતા બાળકોએ હાથમાં પોસ્ટર સાથે વેદના વ્યક્ત કરી
અમદાવાદના હાથીજણ સ્થિત ડીપીએસ પૂર્વ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ પરેશાન છે અને તેઓ હવે પોતાના બાળકોનો અભ્યાસ શરૂ થાય તેવી માંગ સાથે ભટકવાનો વારો આવ્યો છે. ગઈકાલની જેમ આજે પણ વાલીઓ હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલે પહોંચ્યા હતા. તેમજ તેઓએ ધરણા કર્યા હતા.
આ ઉપરાંત મણિનગરના ઉત્તમનગર ખાતે પણ તે જ સ્કુલના વાલીઓએ એકત્ર થઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બાળકો હાથમાં પોસ્ટર સાથે પોતાની વેદના વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જે બાદ વાલીઓએ ડીઈઓ કચેરી પહોંચી રજૂઆત કરી અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બીજીતરફ શહેરની જાણીતી શાળા બહાર સીબીએસસી સ્કૂલના વિદ્યાર્થીઓનો એડમિશનના સ્ટીકર પણ લાગેલા છે.