વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક બીજાના નિવેદનો પર પ્રતિક્રિયા આપે છે. ક્યારેક વળતો જવાબ આપે છે ભાજપના પ્રવકતા હર્ષદ પટેલે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન ભાજપના પ્રવકતા હર્ષદ પટેલે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં બેરોજગારીના આંકડાઓ ખોટા બતાવે છે.
તેમણે થોડા કલાકો પહેલા જે બેરોજગારીના આંકડાઓમાં દર્શાવ્યા છે કે 20 લાખ સુધી રાજ્યમાં બેરોજગારો છે તે આંકડો તદ્દન ખોટો છે. રાહુલ ગાંધીએ કેટલાક અન્ય મુદ્દાઓ પર સમજી શકાય તેવું બોલવું જોઈએ।