રીના બ્રહ્મભટ્ટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત પ્રદેશ ભાજપને 150 સીટોનો ટાર્ગેટ આપેલ છે. તેમજ આ ચૂંટણી હાલ મુખ્યમંત્રી રૂપાણીની આગેવાનીમાં લડાઈ રહી છે. પરંતુ પબ્લિકથી લઇ જાણકારોમે તેવો ગણગણાટ છે કે, ઉપરથી ભલે બધું સીધું લાગી રહ્યું હોય પરંતુ એમ 150 પ્લસ સીટો મેળવવી ભાજપ માટે જરાપણ આસાન નહિ હોય. અરે 150 પ્લસ છોડો આ વખતે તેનો પાછળ 22 વર્ષનો આંકડો જળવાય તો પણ સારુ. કેમ કે, આ વખતની ચૂંટણી એકદમ પ્રવાહી છે. જોડ-તોડ ની રાજનીતિ ચરમ સીમાએ છે. તો બીજી તરફ અંદરનું ચિત્ર શું છે ? તે કોઈ દાવા સાથે ના કહી શકે. કેમ કે, ત્રણેય આંદોલનકારી નેતાઓ સાથે ક્યાંક તેમનો લોકલ સમાજ છે તો ક્યાંક આ નેતાઓ નો ભરપૂર માત્રામાં વિરોધ પણ થઈ રહ્યો છે અને પૂતળા દહન નો કાર્યક્રમ પણ થઇ રહ્યો છે. તેથી આ સ્થિતિમાં અંદાજ ના આવી શકે. કે કોણ કોને સાથ આપશે? કે કઈ જ્ઞાતિ ક્યાં પક્ષ સાથે રહેશે?? જેવા સવાલિયા નિશાન છે.
તો બીજી તરફ સ્થાનિક પ્રશ્નોની અવગણના, નોટબંધી, રોગચાળો, જીએસટી જેવી સમસ્યાઓ થી એમ પણ પબ્લિકના મનમાં ભારોભાર આક્રોશ છે. પરંતુ ભાજપ માટે લોકોનો મત હજુ કયાક તેવો છે કે, પબ્લિક પાસે બેટર ઓપ્શન નથી. તેથી ના છૂટકે ભાજપને જ મત આપવો. અને આ કારણ હાલ પબ્લિકમાં મેક્સિમમ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ જાતિવાદિ સમીકરણ કોઈપણ ભોગે ભાજપના મતો વિભાજન કરીને જ રહેશે
જો કે, જાતિવાદી પરિબળ એ સદીઓ થી રાજકારણનું અભિન્ન અંગ રહ્યું છે. અને જે લોકો સોશલ એન્જીનીયરીંગના આ તણા-વાના સારી રીતે ફોર્મેટ કરી શકે એ પાર્ટી માયાવતી ના સોશલ એન્જીનીયરીંગની જેમ જીતના પ્રબળ દાવેદાર બની શકે. વેલ 1985 માં માધવસિંહે ખેલેલ “ખામ ” કાર્ડના લીધે માધવસિંહે રેકોર્ડ બ્રેક સીટો મેળવી હતી.149 જેટલી સીટોનો આ આંકડો ભાજપ અત્યાર સુધી પાર નથી કરી શક્યુ..ત્યારે આ આંદોલનીયાં વાતાવરણમાં ફંટાયેલ લોકજુવાળમાં 150 સીટોની આશા કઈક વધારે પડતી હોવાનો રાજકીય પંડિતોનો દાવો છે. વળી દરેક બેઠક પાર કોઈને કોઈ જ્ઞાતિની વર્ચસ્વ હોય છે. તો કેટલીય સીટો છૂટી છવાઈ જાતી આધારિત હોય છે. પરંતુ જે બેઠકો પર જે તે જ્ઞાતિ નું પ્રભુત્વ હોય એ જ્ઞાતિ ચૂંટણીમાં કોઈપણ પક્ષની બાજી બગાડી પણ શકે કે સુધારી પણ શકે..ત્યારે ગુજરાતમા કઈ સીટ પાર કોનો દબદબો તે જોઈએ તો,
સૌરાષ્ટ્ર -કચ્છ : આ ક્ષેત્રમાં 54 બેઠકો છે. જેમાં પટેલોના પ્રભુત્વવળી 22 બેઠકો છે. તો 27 બેઠકો પર ઓબીસી સમાજનું પ્રભુત્ત્વ ..
મધ્ય ગુજરાત : કુલ બેઠક 68. જેમાં 18 બેઠક આદિવાસી બહુમતિવાળી , 16 બેઠકો પર ઠાકોર-કોળી નું પ્રભત્વ, 15 બેઠકો પર પાટીદાર અને 6 બેઠકો પર મુસ્લિમોનો દબદબો
ઉત્તર ગુજરાત : કુલ બેઠક 32, 12 બેઠક પર પાટીદાર, 10 પર ઠાકોર, 4 બેઠક પર આદિવાસી , 1 બેઠક પર અનુસૂચિત જાતિનું વર્ચસ્વ ..
દક્ષિણ ગુજરાત : કુલ બેઠકો 28 , જેમાં 9 બેઠકો પર આદિવાસીઓ નિર્ણાયક, 6 માં પાટીદાર, 5 માં કોળી પટેલ, તથા 1 બેઠક પર અનુસૂચિત જાતિનું પ્રભુત્વ
ત્યારે પાછળ 2 વર્ષમાં થયેલા આંદોલનો ભાજપનું ગણિત બગાડી શકે છે…