રીના બ્રહ્મભટ્ટ દ્વારા :
ચુંટણીમાં મતો અંકે કરવા તમામ પ્રકારના ગણિતને ધ્યાનમાં રાખવામાં આવે છે. ગુજરાતમાં ૬.૦૪ કરોડ જેટલી આબાદી છે. જેમાંથી આજે પણ ૩.૪૭ કરોડ જેટલા લોકો ગામડાઓમાં વસે છે. તો ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસે છે. ત્યારે ચુંટણીના ગણિતમાં સ્વભાવિકપણે બધા જ પક્ષોની નજર શહેરી ઇલાકાઓની સાથે ગ્રામીણ વસ્તી પર પડે. અને તેમને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારના લોકોને આકર્ષવા યોગ્ય સમયની યોગ્ય જાહેરાતો કરવી પડે. જો કે, ગામડાના તમામ ઘરોમાં આજે પણ વીજળી, પાણી ની સુવિધા નથી. અને આજે પણ રાજ્યમાં ૧ લાખ ૧૭ હાજર જેટલા ઘરોમાં વીજળી નથી. અને ગરીબી કે અન્ય કોઇપણ કારણોસર આજે પણ ૧૦ લાખ જેટલા ઘરોમાં કેરોસીન થી અજવાળું થાય છે. તો ૪૨,૧૨૧ જેટલા ઘરો સોલાર અને અન્ય ઉર્જા સ્તોત્ર પર નિર્ભર છે.
ત્યારે ભાજપા એ આવા કેટલાય ગામડાઓમાં ૧૨ કલાક વીજળી આપી છે. પ્રધાનમંત્રી જ્યોતિ ગ્રામ યોજના અન્વયે ૨૪ કલાક ૩ ફેજ વીજળી અપાય છે. તેમ છતાં હજુ પણ આજના અત્યત વિકસિત સમાજમાં કલ્પના કરી શકાતી નથી કે લાખો લોકો વીજળી વિના અંધારામાં રહે છે. ત્યારે તમે આ સ્થિતિમાં ડીજીટલ વર્લ્ડની તો કલ્પના જ ના કરી શકો. પરંતુ અહી તે યાદ રાખવું જરૂરી છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ તો પટેલો , ઠાકોરો અને દલિતો જ વસતા હોય છે. અને હાલ આ સમુદાય ખાસ તો ભાજપ થી અનામત મુદ્દે નારાજ છે. તો દલિતો ઉના કાંડ મામલે રોષે ભરાયેલા છે.
અને એની અસર સ્વરૂપે જ સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીની ગૌરવ યાત્રાથી વધારે લોકો હાર્દિકની સભાઓમાં ઉમટ્યા હતા . બાકી રાજકોટના ઉપલેટાના કેટલાક કસ્બામાં ગુજરાત ગૌરવ યાત્રાના સ્વાગત માટે ફક્ત ૮૦૦ જેટલા લોકો જ ઉમટ્યા હતા.
તો આ જ પ્રકારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની રેલીઓમાં પણ શહેર બહારના અને ખાસ તો ગામડાના લોકો જ ઉમટે છે. ત્યારે નોન્ધીય છે કે, અલ્પેશ ઠાકોરે દારૂ વિરોધી આંદોલન ચલાવીને ખાસ તો ઠાકોર જાતિના લોકોના નેતા બન્યા. કૈક આ જ પ્રકારે જીગ્નેશ મેવાની કે જેને ઉના કાંડ બાદ દલિતોનો અવાજ રજુ કરી લોકો વચ્ચે એમની હાજરી નોધાવી. અને હાલ પણ રાજકીય બયાનબાજી થી દુર રહી તેમની લોકપ્રિયતા જાળવી શક્યા છે.
વિશેષમાં ૨૦૧૫ ના ડીસેમ્બેરમાં થયેલ જીલ્લા પંચાયતમાં કદાચ આ જ કારણોસર કોંગ્રેસનો ૩૧ માં થી ૨૩ સીટો પર વિજય થયો હતો. તેમજ તાલુકા પંચાયતમાં માં પણ કોંગ્રેસ ભાજપ પર ભારે પડી હતી. અને તાલુકા પંચાયતમાં સારી એવી સીટો મેળવી હતી.
અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભાજપે રીશાયેલા ગ્રામીણોને પટાવવા દસ હાજર થી વધુ ગામડાઓ માં નર્મદા યાત્રા નીકળી હતી. પરંતુ આ યાત્રાનો ઠેર ઠેર વિરોધ થયો હતો. અને તેમછતાં ભાજપે પીછેહઠ કર્યા વિના ગુજરાતના ગ્રામીણોને લોભ્વવા ગામડાઓમાં ૧૪૯ સીટોને કવર કરતા “ગુજરાત ગૌરવ યાત્રા “ નીકાળી હતી. તેમછતાં લોકોએ ખાસ રસ દાખવ્યો નોતો .
જો કે, ભાજપા ગ્રામીણ ક્ષેત્રોના મુકાબલે શહેરી ક્ષેત્રમાં મજબુત સ્થિતિમાં છે. પરંતુ આજે પણ ૫૭ % જેટલા લોકો ગામડાઓ માં વસે છે. અને આ આબાદી જો ભાજપ થી વિરુદ્ધ જાય તો ભાજપને ભારોભાર નુકસાન થઇ શકે. અન્યથા કેન્દીય મંત્રીઓની ટીમને પણ આ મુદ્દે જ ગુજરાતનો દોરો કરાવવામાં આવ્યો હતો…