અમદાવાદના ચાંદખેડા ખાતે ભાજપ યુવા મોરચામાં સમાવેશ અંગે મંગળવારે એક દલિત યુવાનને માર મારતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આમને સામને ફરિયાદ નોંધાઈ છે. અલબત આના પગલે ચાંદખેડા ભાજપ યુવા મોરચામાં ચાલતી આંતરિક ખટપટ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડા માં સત્યમેવ હોસપીટલ પાસે ડભોડિયા પાન પાર્લર ચલાવતાં ગૌરાંગ આસોડિયા મંગળવારે તેમના પાર્લર પર હતા ત્યારે ચાંદખેડા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કમલેશ ગોસ્વામી , મનોજ બબબર ,વિનોદ વ્યાસ , સહિત કુલ ચાર જણા આવ્યા હતા. અને યુવા મોરચા માં તમારો સમાવેશ નહીં થાય તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી હતી અને મામલો ઉગ્ર બનતાં મારામારી પણ થઈ હતી.
આ અંગે ગૌરાંગ આસોડીયાએ કમલેશ ગોસ્વામી સહિત કુલ ચાર લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ કમલેશ ગોસ્વામી એ પણ તેમની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. ચાંદખેડા પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.