અમદાવાદ ગુજરાત યુનિર્વસીટીમાં છેલ્લા એક સપ્તાહથી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીને લઇને હોબાળો ચાલી રહ્યો છે.અને અંતે ચૂંટણી યોજવી કે નહીં, તે અંગે સમગ્ર મામલો ગુજરાત હાઇ-કોર્ટમાં પહોંચ્યો છે.ત્યારે ચૂંટણીના મુદ્દાને લઇને યુનિર્વસીટીના કુલપતિને રાત્રે 2 વાગ્યે ધમકીઓ આપવામાં આવી રહી છે.અને બીજી તરફ ચૂંટણીના મુદ્દા અંગે રજૂઆત કરનાર NSUIના નેતા NSUIમાં હોદ્દેદાર ન હોવાનુ ખુલવા પામ્યુ છે.
ગુજરાત યુનિર્વસીટીમાં છેલ્લા બે વર્ષથી ચૂંટણી યોજવામાં આવતી ન હતી.જેના પગલે કોઇ પણ પ્રકારના તોફાનની ઘટના બનતી ન હતી.ચાલુ વર્ષે યુનિર્વસીટીમાં ફરિ એકવાર વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર સભ્યો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.. જ્યારથી ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારથી જ હંગામો શરૂ થઇ ગયો છે.. એક તરફ NSUIના પવન કાપડીયા અને અન્ય એક નેતા વિપુલભાઇએ યુનિર્વસીટીના સત્તાધીશોને આવેદન પત્ર આપીને ચૂંટણીમાં અનામતનો મુદ્દો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે.ત્યારે બીજી તરફ NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ મહીપાલસિંહના જણાવ્યા અનુસાર પવન કાપડીયા ગુજરાત NSUIમાં કોઇ હોદ્દો અથવા તો કોઇ સભ્યપદ ધરાવતા નથી.
પવન કાપડીયા સહીતના અન્ય નેતાઓની ચૂંટણીમાં અનામત દાખલ કરવાની માંગ ને લઇને યુનિર્વસીટીના સત્તાધીશો દ્વારા બે દિવસ અગાઉ ચૂંટણી રદ કરવામાં આવી હતી. જેના પગલે યુનિર્વસીટી ખાતે ભારે હોબાળો થયો હતો.અંતે આ સમગ્ર મામલે ગુજરાત હાઇ-કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગુજરાત યુનિર્વસીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને ચૂંટણી અંગે પૂછવામાં આવતા, તેમણે સમગ્ર મામલો સબ-જ્યુડીશ હોવાથી કાંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.પરંતુ ચૂંટણી રદ કરવામાં આવ્યા બાદ, કુલપતિને ધમકીઓ મળવા લાગી છે.હિમાંશુ પડ્યાને રાત્રે 2 વાગ્યે ધમકી આપવામાં આવી છે કે, તેમનો સમગ્ર પરિવાર જોખમમા છે.જેના પગલે હિમાંશુ પંડ્યાએ પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે.