[slideshow_deploy id=’34033′]મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત દીકરીઓને વાત્સલ્ય ભાવથી વધાવીને પોતાની ભાવનાઓ આ રીતે વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ પણે જણાવ્યુંકે જે સમાજ સંસ્કૃતિ મહિલા શક્તિનું સન્માન ગૌરવ નથી કરતો તે સમાજ ક્યારેય પ્રગતિ વિકાસ કરી શકતો નથી.વિજય ભાઈએ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ અવસરે ગાંધીનગર માં બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત માં આ આખું વર્ષ બેટી બચાવો બેટી પઢાવો ની મુહીમ તરીકે જન સહયોગથી રાજ્યભરમાં ઉજવાશે.
મુખ્યમંત્રી એ ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી નારી શકિત ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.ગાંધીનગર માં યોજાયેલી આ મહા રેલી માં વિશાળ સંખ્યા માં નારી શક્તિ જોડાઈ હતી.રેલીનું નેતૃત્વ મહિલા પોલીસ અધિકારીએ કર્યું હતું.મહિલા પોલીસ બેન્ડ.ઘોડેસ્વાર મહિલાઓ અને બાઇક સવાર બહેનો આ રેલીનું આકર્ષણ બની હતી.