દારૂ ના શોખીન અધિકારી એ સાથી મહિલા અધિકારી ને પેગ મારવાનું આમંત્રણ આપતા મામલો બહાર આવ્યો ! ટ્રાફિક નિયમો માટે આખી ફોજ રોડ ઉપર ઉતરી છે અને સચિવાલય માં દારૂ પકડાય આતો કેવો વિરોધાભાસ ગુજરાત માં દારૂબંધી નો કાયદો હોવાછતાં બધેજ દેશી અને ઈંગ્લીશ દારૂ જોઈએ તેટલો મળી રહે છે અને છેક ઉપર સુધી સેટિંગ હોવાને કારણે દારૂબંધી નો ફાયદો બધા ઉઠાવી અબજોપતિ બની ગયા હોવાની વાતો અવાર નવાર મીડિયા માં ચમકી ચુકી છે , દમણ , રાજસ્થાન થી મોટાપાયે દારૂ આવે છે અને ડબલ કિંમતે વેચાય છે જે હકીકત છે ત્યારે આ કાયદા નો અમલ થતો નથી અને ટ્રાફિક નું ડીંડક ઉભું કરી હાલ માં લોકો ને લૂંટવા આખી પોલીસ ફોજ કામે લાગી હોવાની વાતો વચ્ચે ખૂદ મુખ્યમંત્રીશ્રી જ્યાં બિરાજે છે તેવા સચિવાલય માંથીજ દારૂ સાથે અધિકારી પકડાય ત્યારે જનતા ને જવાબ આપવો સરકાર ને ભારે પડી શકે છે અવાજ કિસ્સામાં જૂના સચિવાલય બ્લોક નંબર-17 ખાતે હિસાબી અને તિજોરી કચેરીના નિયામક ચારુ નરેન્દ્રભાઈ ભટ્ટે (55 વર્ષ) સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ તેમના વિભાગમાં ઉદ્યોગ ભવનમાં ડારેક્ટર ઓફ પેટ્રોલિયમમાં હિસાબી સંવર્ગ અધિકારી તરીકે ફરજ બજાવતા ઉમેશ મહેશભાઈ ઓઝા શુક્રવારે બપોરે તેમને મળવા માટે આવ્યા હતા. નવા વર્ષના અભિનંદન પાઠવવાના બહાને તેમણે એક કાળા કલરની બેગમાંથી દારૂની બે બોટલો બતાવી ‘આપણે નવા વર્ષની ઉજવણી કરીએ’ કહ્યું હતું.
ચારુબેન ભટ્ટે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ જૂના સચિવાલય પહોંચી અને આરોપી ઉમેશ મહેશભાઈ ઓઝા (રહે,એ/ જોડિયા આરીસા એપાર્ટમેન્ટ, સેટેલાઈટ, અમદાવાદ)ને દારૂની બે બોટલ સાથે રંગેહાથ દબોચી લીધો હતો. આ અંગે પોલીસે ઉમેશ ઓઝાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના કેસમાંથી જામીન પર છૂટેલા ઉમેશ ઓઝાએ શુક્રવારે રાતે ફરિયાદી ચારૂબેન ભટ્ટના ઘાટલોડિયા શાયોના સિટી વિભાગ-1 સ્થિત ઘરે ગયા હતા. જ્યાં કહ્યું હતું કે, હું હવે જામીન પર છુટીને આવી ગયો છું, તમે કઈ રીતે નોકરી કરી શકો છો એ જોઉં છું. હું તમને જીવવા નહીં દઉં કહી આરોપીએ ઝઘડો કરીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારુબેન ભટ્ટે સોલા પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સોલા પોલીસે આરોપી અધિકારીની ધરપકડ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે એ બનાવ ને લઇ જનતા માં અનેક કોમેન્ટ ફરતી થઈ છે.