થોડાક સમય આગાઉ બોપલ અને ઘુમા વિસ્તારને અમદાવાદમાં ભેળવામાં આવ્યુ હતું છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં સફાઇકર્મચારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાની કાયમી કરવાની માગણી સાથે હડતાળ પર જોવા મળ્યા હતા. જેને લઇ બોપલ વિસ્તારમાં ઠેર-ઠેર ગંદગીનું સમ્રાજય જોવા મળતા હાલમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પોતાના મત વિસ્તારમાં અનિયમિત સફાઇના પગલે ઉપવાસ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ સફાઇ કામગીરીને ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દ્રારા આ મામલે દરમિયાનગીરી કરી અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા આખરે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ .ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ બંદોબસ્ત લઇ સફાઇ માટે પહોંચ્યા હતા જયાં કોઇ અઇચ્છનિય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.
જેમાં પૂર્વ કર્મચારીઓ સફાઇના કામગીરી લઇ ઘર્ષણ કે અડચણ ઉભી ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમ્રગ વિસ્તારમાં સફાઇની કામગીરી હાથધરવામાં આવી હતી આજે 100 જેટલા નવા સફાઇકર્મીઓની ભરતી પણ કરવામા આવશે જુના સફાઇ કર્મીઓની માગણી એવી છે કે પહેલા અમને કાયમી સફાઇકર્મી બનાવામાં આવે ત્યારબાદ નવા કર્મીઓની ભરતી કરે છેલ્લા કેટલાક સમયથી સફાઇની બાબાતને લઇ બોપલ વિસ્તારમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે આખરે પોલીસ સંરક્ષણ સાથે સફાઇ કામગીરી શરૂ કરાઇ છે