ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશનનો કામ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજી ઘણા કોલેજોમાં ઓફલાઈન એડમિશન નો કામ ચાલુ છે. જેમાં અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સામાન્ય વિદ્યાર્થી એડમિશન માટે લાઈનમાં ઉભો રહે અને કલાકો સુધી પોતાનો નંબર આવવાની રાહ જોતો રહે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે અમદાવાદના મેયર કિરિટ પરમારે પોતાના ભત્રીજાને એડમિશન અપાવવા માટે યુનિવર્સિટીમાં અઢી કલાક સુધી રાહ જોવાની ફરજ પડી હતી .સમય પસાર કરવા પણ તેમણે એક ઓફિસથી બીજી ઓફિસમાં આંટા મારવા પડ્યાં હતાઅમદાવાદના મેયર કિરીટ પરમાર આમતો ખુબજ સરળ સ્વભાવના અને સાદગીપૂર્વક જીવન જીવનારા વ્યક્તિ છે. તેઓ આજે પોતાના ભત્રીજાને LLBમાં એડમિશન અપાવવા માટે યુનિવર્સિટીમાં આવ્યાં હતાં. તેઓ સવારે 10.30 વાગ્યે યુનિવર્સિટીમાં પહોંચી ગયાં હતાં. પરંતુ યુનિવર્સિટીના કુલપતિ કોઈ કારણથી બહાર હોવાને કારણે તેઓ એક વાગ્યા સુધી યુનિવર્સિટીમાં જ બેઠા હતાં. તેઓ સમય પસાર કરવા માટે યુનિવર્સિટીમાં એક ઓફિસથી બીજી ઓફિસમાં ફર્યાં હતાં.
LLBમાં અત્યારે મોટાભાગની કોલેજોમાં બેઠકો ભરાઈ ગઈ છે. ત્યારે હવે ભત્રીજાના એડમિશન માટે અમદાવાદના મેયર કિરીટ પરમારે યુનિવર્સિટીમાં કામગીરીની વ્યસ્તતાને લીધે સતત અઢી કલાક સુધી એડમિશન માટે રાહ જોઈ હતી. તેઓ કુલપતિની રાહ જોઈને યુનિવર્સિટીમાં જ બેસી રહ્યાં હતાં. કુલપતિ કોઈ કારણોસર બહાર હોવાથી તેઓ યુનિવર્સિટીમાં આવી શક્યા નહોતા.
માર્ચ 2020થી અભ્યાસ પણ ઓનલાઇન હતો અને પરીક્ષા માટે ઓનલાઇન તથા ઓફલાઈનના વિકલ્પ આપવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે કેસ ઘટતા વિદ્યાર્થીઓએ ઓફલાઇન માધ્યમ દ્વારા જ પરીક્ષા આપી છે. ગુજરાત યુનિવર્સિટીમાં 24 નવેમ્બરથી તમામ વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી હતી.હવે અગાઉની જેમ રાબેતા મુજબ શિક્ષણ કામ ચાલુ કરવા માં આવી છે. GTUમાં પણ અગાઉ ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે કેસ ઘટતા ઓનલાઇનનો વિકલ્પ બંદ કરી દેવાયો છે .GTUમાં અગાઉ રિમીડિયલની પરીક્ષા પણ યોજાઈ હતી. જેમાં પણ ઓનલાઇનનો વિકલ્પ આપવામાં આવ્યા નહોતો.