અમદાવાદ ગુજરાત યુનિર્વસીટીમાં ફરિ એકવાર પ્રોફેસર મહીલાનો વિવાદ શરૂ થયો છે.યુનિર્વસીટીના ડીન ડો. પ્રદિપ પ્રજાપતી વિરૂધ્ધ એક મહીલા પ્રોફેસરે શારીરિક મહેચ્છાઓ સંતોષવા તેમજ પીએચડી ની ડીગ્રી માટે 3 લાખ રૂપિયાની માંગ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.એટલુ જ નહીં મહીલાએ પોલીસ ફરિયાદમાં કુલપતિ પણ આ ઘટનામાં સંડોવાયેલા હોવાનો ઉલ્લેખ કર્યો છે.જો કે મહીલા પ્રોફેસરે લગાવ્યા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા હોવાનો ખુલાસો, ડીન ડો.પ્રદિપ પ્રજાપતીએ કર્યો છે.અને પોતે આ મહીલા ના પીએચડી ગાઇડ ન હોવાના પુરાવા પણ રજુ કર્યા છે.
જીએલએસ યુનિર્વસીટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રેખાબેન (નામ બદલેલ છે.) દ્વારા ગઇકાલે એલીસબ્રીજ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરશે.તેવી 100 નંબર પર જાણ કરીને પોલીસ બોલાવી હતી.અને ત્યારબાદ રેખાબેન દ્વારા પોતાનો પીએચડીનો અભ્યાસ ગુજરાત યુનિર્વસીટીના ડીન ડો.પ્રદીપ પ્રજાપતી પાસે ચાલુ છે.પરંતુ ડીન પીએચડીની ડીગ્રી માટે 3 લાખ રૂપિયા ની માંગ કરે છે, અને નાણાં ન આપે તો શારીરીક મહેચ્છાઓ પૂર્ણ કરવાની માંગ કરતા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.એટલુ જ નહીં આ તમામ ઘટના પાછળ ગુજરાત યુનિર્વસીટીના કુલપતિ પણ ડીન ને મદદ કરતા હોવાનો આક્ષેપ મહીલા પ્રોફેસરે કર્યો છે.
ત્યારે આ સમગ્ર ઘટના અંગે ડીન પ્રજાપતીએ ખુલાસો કર્યો છે કે, મહીલા પ્રોફેસર રેખાબેને અગાઉ વર્ષ 2012માં પીએચડી માટે રજીષ્ટ્રેશન કરાવ્યુ હતુ અને તેમને જે તે પીએચડી ગાઇડ તરીકે વી.ચારીની નિમણૂક કરવામાં આવી હતી.જો કે ત્યાર બાદ વર્ષ 2016માં રેખાબેન દ્વારા વી.ચારી ની જગ્યાએ અન્ય ગાઇડ ની હેઠળ તેમને પીએચડી પૂરૂ કરવા માટેની અરજી કરી હતી.જેના પગલે યુનિર્વસીટીએ ડીન પ્રજાપતીને તેમના ગાઇડ બનાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર બે માસ બાદ ડીન પ્રજાપતીની જગ્યાએ તેમને અન્ય ગાઇડ આપવામાં આવે તેવી લેખીત રજૂઆત યુનિર્વસીટી સમક્ષ કરી હતી.જેના પગલે યુનિર્વસીટીએ અર્થશાસ્ત્રના વિભાગના વડાને આ અંગે લેખીતમા જાણ કરીને રેખાબેનને નવા પીએચડી ગાઇડ આપવામાં આવે તેવી ભલામણ કરી હતી.
આ તમામ કાર્યવાહી બાદ, ગઇકાલે એકા-એક મહીલા પ્રોફેસર રેખાબેન દ્વારા એલીસબ્રીજ પરથી કુદીને આત્મહત્યા કરશે.. તેવી પોલીસ કંટ્રોલમાં 100 નંબર પર જાણ કરી હતી. અંતે પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેખાબેનની તમામ ફરિયાદ નોંધી હતી.. દરમિયાનમાં બીજી તરફ ડીન પ્રજાપતી દ્વારા પણ આ મહીલા પ્રોફેસર રેખાબેન પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.. જેમાં રેખાબેન દ્વારા ડીન પ્રજાપતીને રાત્રે 2 વાગ્યે 4 વાગ્યે ફોન કરીને તેમજ મેસેજ કરીને પરેશાન કરવામાં આવતા હતા.
હવે પ્રશ્ન એ છે, કે આ મહીલા જો ડીન અને યુનિર્વસીટીના સત્તાધીશો દ્વારા ત્રાસી ગઇ હોય અને આત્મહત્યા કરવા પ્રેરાઇ હોય, તો પોલીસ કંટ્રોલને જાણ કેમ કરે છે.ઉપરાંત પોતે જ અગાઉ પીએચડી ગાઇડ માટે ડીન પ્રજાપતી ની જગ્યાએ અન્ય ગાઇડ આપવામાં આવે તેવી ભલામણ યુનિર્વસીટીને કરે છે.ત્યારે જે તે સમયે ડીન વિરૂધ્ધ કેમ આ પ્રકારની કોઇ ફરિયાદ કરવામાં આવી ન હતી.હાલ તો આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે અને ગુજરાત યુનિર્વસીટીએ પણ આ ઘટનામાં 7 દિવસમાં મહીલા પ્રોફેસર રેખાબેનના પ્રશ્ન અંગે ઉકેલ લાવવા બાંયધરી આપવામાં આવી છે.