અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અભિયાન શરૂ કર્યું છે. “વડીલોને પડખે” ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોના કેસોમાં વૃદ્ધોની સંખ્યા આંખ પહોળી કરી દે તે મુજબ છે. કોરોનાવાયરસ કિડની, બ્લડપ્રેશર અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ પર ઘાતક નીવડી રહ્યો છે ત્યારે વૃદ્ધોનું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અત્યાર સુધી કોરોના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયા છે જેઓને અગાઉ કોઇ ને કોઇ બીમારી હતી. અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થયા છે તેના ઉપર કાબૂ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે. ત્રીજી તારીખ સુધી જેટલા કેસો ઓછા કરી શકાય તેટલો કરવાનો છે, નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આજે આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે તમામ યુવાનો ને હું વિનંતી કરું છું કે જે વડીલો ને આપણે સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. યુવાનો વડીલો ને સાચવણી કરે તે જરૂરી છે જેને લઇને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે જે યુવાનો સૌથી સારો વિડીયો બનાવશે તેને હું લોકડાઉન પૂરું થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરી બિરદાવીશ. આપણે મક્કમતાથી નિર્ણય લઇએ કે આપણા વડીલો ને આ વાઇરસ પરેશાન કરે તેવો સમય આપણે ન આવવા દઈએ વિજય નેહરાએ મે મહિનાના અંત સુધી કોઇપણ વડીલે ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતી કરી છે.