અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુરિયર બોય દ્વારા રૂ 1.68 લાખના 14 મોબાઇલ ફોન ચોરી કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. કૃષ્ણનગર પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નવા નરોડા વિસ્તારમાં રહેતો કાર્તિક પુરોહિત છેલ્લા કેટલાક સમયથી ઇ કોમ એક્સપ્રેસ કુરિયર પ્રાઇવેટ લિમિટેડમાં કુરીયર બોય તરીકે નોકરી કરતો હતો.
આઠમી જાન્યુઆરીના રોજ ડિલિવરી માટે આવેલા અલગ-અલગ કંપનીના 14 મોબાઈલ ફોન જેની કુલ કિંમત 1.68 લાખ હતી, તે બોક્સમાંથી કાઢી લઈ અને ખાલી બોક્સની ડિલિવરી કરી હતી.
આ અંગની જાણ થતા કુરિયર કંપનીના આણંદ પ્રજાપતિ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને આધારે પી.એસ.આઈ ડી.જી.વિહોનીયાએ તપાસ હાથ ધરી હતી.
પી.એસ.આઈ વિહોનીયા જણાવે છે કે અમે કુરિયર બોય કાર્તિક પુરોહિતની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.