ગુજરાત યુનિવર્સિટીનો કિસ્સો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીએ એક વિષયની પરીક્ષા આપી હતી. જેને બે વિષયમાં નાપાસ કર્યો છે. વિદ્યાર્થીએ ઈકોનોમિક્સમાં ફેઇલ થતાં ફરીથી પરીક્ષા આપી હતી. જો કે પરિણામમાં વિદ્યાર્થીને ઈકોનોમિક્સ અને સ્ટેટેસ્ટિક વિષયમાં ફેઇલ કરવામાં આવ્યો છે.
જો કે આ પરિણામ જાહેર થતા વિદ્યાર્થી પણ પરિણામ જોઈને ચોંકી ઉઠ્યો હતો. ગઈ કાલે યુનિવર્સીટી દ્વારા આ પરિણામ જાહેર કરાયું હતું. બીકોમ સેમેસ્ટર પાંચનું પરિણામ છે કે જેમાં આ છબરડો સામે આવ્યો હતો. આ અગાઉ પણ પરીક્ષાની રીસિપ્ટમાં પણ ફોટા બદલવાનાં કેટલાંક કિસ્સા સામે આવ્યાં હતાં.