કેયુર કાનાબાર :
ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે. પણ દારૂના શોખીનો શરીરને નુકશાન થાય નહીં એ માટે બ્રાન્ડેડ દારૂ પીવે છે. સામાન્ય રીતે પૈસાદાર લોકો આવો મોંઘો દારૂ પીવે છે. અને બુટલેગર પાસેથી ખરીદે છે. આ દારૂ માટે એ બુટલેગરને મ્હોં માંગ્યા પૈસા પણ આપે છે. આવા બુટલેગરને હવે નવો ચાળો ચડ્યો છે. મોંઘી અને બ્રાન્ડેડ દારૂની બોટલમાં નકલી દારૂ ભરીને દારૂના શોખીનોને પહોંચાડે છે. અને ઢગલાબંધ રૂપિયા ખંખેરી લે છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં શરુ થયેલી આવીજ એક દારૂની ફેકટરીમાં વેટ 69, 100 પાઇપાર, અને બ્લેકલેબલ જેવા મોંઘા બ્રાન્ડેડ દારૂની બોટલમાં નકલી દારૂ બનાવવાનું ચાલુ થયું હતું આ દારૂની બોટલ માટે ભંગારીયાઓનો પણ સહારો લેવાતો હતો એમની પાસે થી વધુ પૈસા આપી ખાલી બોટલ લવાતિ હતી અને એમાં ડુપ્લીકેટ દારૂ ભરવામાં આવતો હતો. ત્યારબાદ આ દારૂની બોટલ ગુટખાની થેલી નાંખી એનો ડિલિવરી કરવામાં આવતી હતી. જેથી પોલીસની નજરથી બચી શકાય પરંતુ અમદાબાદ પોલીસે નકલી બ્રાન્ડેડ દારૂ બનાવતી આ ફેક્ટરી પર રેડ પાડી
લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે અહીં બનતો ડુપ્લીકેટ બ્રાન્ડેડ દારૂ આમદાવાદ સિવાય આણંદ, સુરત, વડોદરા અને નડિયાદમાં પણ અપાતો હતો.