ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ આવતા વેપારીઓએ હવે મેન્યૂઅલ ઇન્વોઇસ બનાવાનું રહેશે નહીં તેમના માટે ઓનલાઇન ઇ-ઇન્વોઇસ મૂકવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2020થી નવું ઇ-ઇન્વોઇસ લાગુ થશે. વેપારીઓ પોતાના સોફ્ટવેર સાથે આ ઇ-ઇન્વોઇસને સેટ કરી શકે તેમજ પ્રેક્ટિસ કરી શકે તે માટે ત્રણ મહિનાનો સમય અપાયો છે. સરકારનો મૂળ ઉદ્દેશ કરચોરી રોકવા માટે ઇ-ઇન્વોઇસ લાગુ કરવાનો છે.
ગાઇડલાઇન ઓનલાઇન મૂકવામાં આવી
સીબીઆઇસીએ 1 જાન્યુઆરી 2020થી જીએસટી કરદાતા માટે ઇ-ઇન્વોઇસિંગની પ્રોસેસિંગ શરૂ થશે. દરેક વેપારીઓએ ઇ-વે બિલની જેમ ટેકસ ઇન્વોઇસ પણ ઓનલાઇન બનાવાનું રહેશે. સીબીઆઇસીએ ઇ-ઇન્વોઇસનું ફોર્મેટ સોફ્ટવેરની ગાઇડ લાઇન બહાર પાડી છે. શરૂઆતમાં દરેક વેપારીએ મેન્યૂઅલ સાથે ઇ-ઇન્વોઇસ બનાવવું પડશે. તેને લઇને જરૂરી ઇ-ઇન્વોઇસનું ફોર્મેટ કેવું હશે તેમજ તેને કયા સોફ્ટવેર સપોર્ટ કરશે માટેની ગાઇડલાઇન ઓનલાઇન મૂકવામાં આવી છે.
ઇ-ઇન્વોઇસ ફોર્મેટ દરેક સોફ્ટવેરમાં સપોર્ટ કરશે
આ નવું ફોર્મેટ દરેક સોફ્ટવેરમાં સપોર્ટ કરશે જેથી કરદાતાઓને મુશ્કેલી ના પડે. આ ગાઇડ લાઇન ત્રણ મહિના અગાઉ દરેક મુકાતાવેપારીઓ આનાથી પરિચિત થઇ શકે તે માટે મૂકવામાં આવી છે. જેથી આ સિસ્ટમ લાગુ પડે ત્યારે વેપારીઓને મુશ્કેલી ના પડે.