સ્માર્ટી સિટી અમદાવાદમાં વિકાસની ગતિએ હરણફાળ ભરી રહ્યો છે ખાસ તો છેલ્લા કેટલાક સમયથી શિક્ષણનો મુદ્દો ગુજરાતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ગુજરાતમાં શિક્ષણની પ્રવર્તમાની સ્થિતિ ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટી દ્ઘારા કરવામાં આવેલા આરોપોને લઇ સરકાર એકશનમોડમાં જોવા મળી રહી છે. શિક્ષણમંત્રી જીતુવાઘાણીના જાહેરાત મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં 100 જેટલી સ્માર્ટ સ્કૂલનું નિર્માણ થશે .અને ધો 1થી બાળકોને ગુજરાતી સાથે ઇંગ્લીશ પણ ફરજીયાત કરવામાં આવશે જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરીજનો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. આગામી શૈક્ષણિક વર્ષથી નવી 11 ઇંગ્લિશ મિડિયમ શાળા પૂર્વ અમદાવાદીઓને ભેટ સમાન મળવા જઇ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેર 15 નવી શાળાઓ શરૂ કરશે હાલ કોર્પોરેશનની ઇંગ્લીશ મિડિયમની 37 શાળાઓ કાર્યરત છે. આ યોજના એક લોલીપોપ સમાન ન બની જાય તેવી લોકો આશા વ્યકત કરી રહ્યા છે થોડાક દિવસ આગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ઘારા સિગ્નિલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી જેમાં સિંગ્નલ પર ભીખ માંગતા બાળકોને ભણવવા આ યોજનાના શરૂ કરી હતી જે ચાર દિવસના ચાંદની સમાન બની છે