રાજ્યમાં અંગદઝાડતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વધતી ગરમીના પગલે રોગચાળામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ઝાડા-ઉલટી,ટાઇફોડ સહિતના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે જો કે હજુતો એપ્રિલની શરૂઆત થઇ છે તે પહેલા ગરમીએ પોતાનો રૌદ્ઘ સ્વરૂપ દેખાડી રહી છે.
વધતી રોગચાળાના કારણે અમદાવાદ સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓનો ઉભરાવો જોવા મળી રહ્યો છે છેલ્લા 24 દિવસમાં અમદાવાદમાં ગરમીના કારણોસર 976 લોકો તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તો બીજી તરફ સોલા સિવિલમાં 24 દિવસમાં 28 હજાર દર્દીઓ સારવાર માટે આવ્યાં હતાં. હાલ કાળઝાળ ગરમીને લઇ હવામાન વિભાગ દ્ગારા 28 એપ્રિલ સુધી હિટવેવની શક્યતા વ્યકત કરી છે. અને સમાયતરે લૂ થી બચવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.તો બીજી તરફ શહેરમાં દૂષિત પાણીને લઇ પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામાં પાણીજન્ય રોગચાળાને વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો સભામાં ગંદા દૂષિત પાણી બોટલ લાવી પ્રતિકાત્મક દેખાવો કર્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં OPD.તથા ઈન્ડોર પેશન્ટની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિન પર ચર્ચા કરી નિયંત્રણમાં લાવાના બદલે સત્તાપક્ષ વિપક્ષે આ મુદ્દા પર ભારે આરોપ –પત્યારોપ હોબાળો કર્યો હતો જેને ઝીરો ઓવર્સમાં જ મેયરને બોર્ડ બદલી દેવાની ફરજ પડી હતી.