કોરોના વાયરસની મહામારી ને પગલે એશિયાની નંબરવન હોસ્પિટલ બનાવવા માં આવેલ SVP હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે ત્યારે આજે SVP હોસ્પિટલ ની એક ચોકવનારી માહિતી સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા લાવવામાં આવી છે.અમદાવાદ ની SVP હોસ્પિટલમાં સૌપ્રથમ બેચ માં 45 ડોક્ટરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 26 ડોક્ટરો ને પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદની SVP હોસ્પિટલમાં 300 ડોક્ટર કે જે એમ.બી.બી.એસ. પોસ્ટ ગ્રેજ્યુએટ નો અભ્યાસ કરે છે તે ડોક્ટરો ને ICU વોર્ડમાં ડ્યુટી આપવામાં આવી છે.
કોરોના વાયરસની મહામારી જ્યારે શરૂ થઈ ત્યારે આ 300 ડૉક્ટરોમાં એવું હતું કે એક સપ્તાહ સુધી ડ્યુટી કરીને 1 સપ્તાહ કોરોન્ટાઇન કરવામાં આવતા હતા.પરંતુ આજે સત્ય ડે ની ટીમ દ્વારા જ્યારે SVP ના એક ડોક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં તે ડોક્ટર દ્વારા નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે હાલ SVP હોસ્પિટલ ની હાલત એવી છે કે એક મળદુ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણકે SVP હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા સત્ય ડે ની ટીમ ને જે કીધું છે તે સાંભળી ને તો દરેક લોકો ચોંકી જશે કારણકે એમ.બી.બી.એસ ના પોસ્ટ ગ્રેજ્યુએટ માટે અભ્યાસ કરતા ડોક્ટરો ને કોવિડ 19 ના ICU વોર્ડમાં મુકવામાં આવ્યા છે જ્યાં સિનિયર ડોક્ટરો દ્વારા કોઈજ પ્રકાર ની રૂબરૂ મુલાકાત લેવામાં આવતી નથી અને પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના ભરોસે દર્દીઓ ને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે 26 ડોક્ટર પોઝિટિવ આવ્યા છે ત્યારે એક ડોક્ટર દ્વારા સત્ય ડે ની ટીમ ને જણાવ્યું હતું કે આ જે 45 ડોક્ટર ના રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 26 પોઝિટિવ આવ્યા છે અને બીજા જે 45 ડોક્ટર ના રિપોર્ટ કરવામાં આવ્યા છે તે ડોક્ટરો ને તો રિપોર્ટ આપવાની પણ ના પાડી દેવામાં આવી છે અને SVP હોસ્પિટલ ના સુપ્રીડેન્ટ એસ.ટી. મલ્હાર અને આર.એમ.ઓ. કુલદીપ જોશી દ્વારા તો આજે જણાવવા માં આવેલ કે હવે કોઇ પણ ડોક્ટર ના ટેસ્ટ કરવામાં નહીં આવે જેને કરાવવા હોય તે જાતે કરાવી લેજો ત્યારે SVP હોસ્પિટલ ના સુપ્રીડેન્ટ અને આર.એમ.ઓ દ્વારા આ બાબત ને લઈ ને ભીનું સંકેલવાના મૂડ માં હોય તેવું લાગી રહ્યું છે અને આ બાબત ની કોઈજ પ્રકાર ની ગંભીરતા ન હોય તેવું લાગી રહ્યું છે.
વધુ માં સત્ય ડે ની ટીમ સાથે વાત કરતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ કે જો SVP હોસ્પિટલ ના 300 ડોક્ટર ના સ્ટાફ નો ટેસ્ટ કરવામાં આવે તો 200 થી વધુ ડોક્ટરો પોઝિટિવ આવી શકે તેમ છે અને જો આ પ્રકાર ની વસ્તુ બને તો બઉ મોટાપાયે હોબાળો થવાની શક્યતાને પગલે SVP હોસ્પિટલ ના સુપ્રીડેન્ટ મલ્હાર અને આર.એમ.ઓ. કુલદીપ જોશી SVP હોસ્પિટલ ની બેદરકારી છુપાવવા ના પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.