ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે અમદાવાદમાં પણ વિપક્ષના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. ભાજપે ફાઇવસ્ટાર ઉપવાસ યોજ્યા હતાં. વિરોધના નામે ભાજપના નેતાઓએ કુલરની ઠંડકમાં રાજકીય ઉપવાસ કર્યા હતાં તો,બીજી તરફ,લાલ દરવાજા જેવા ધમધમતા વિસ્તારમાં સરકારના ઇશારે પોલીસે પાથરણાવાળાં,લારી ગલ્લાવાળાને હટાવી દેતાં તેમણે એક દિવસની રોજી ગુમાવવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ લાલદરવાજા ફુડ પેકેટ મળ્યા, મહારાષ્ટ્રમાં મીઠાઈ અને સેન્ડવીચ ઉપવાસમાં ખાધી, વડોદરામાં રાત્રે ટેન્કરથી પાણી લાવી રોડ ધોયા. ઉપવાસના સ્થળે પાણીથી રેલીંગ સાફ કરી, રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા અને 8 પાણીના ટેન્કર ઉપવાસના સ્થળે રખાયા, રાજકોટમાં શંકર ચૌધરીએ કુલર મુકાવી ફાઇવસ્ટાર ઉપવાસ કર્યા, જામનગરમાં કુલર મુકાયા, અનેક સ્થળોએ મીનરલ વૉટર રખાયા, એમ્બ્યુલન્સ જેવી તાકીદની સેવા સુરતમા ગૃહમંત્રી પ્રદીપ જાડાજાએ ખડે પગે રખાવી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાને એરકંડીશન્ડ ચેમ્બરમાં ઉપવાસ કર્યા, પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ વડોદરામાં ગાંધીજીની પ્રતિમાને ઢાંકી દઈ ફાઇવસ્ટાર ઉપવાસ કર્યા.
મંડપના પાછલા ભાગે ફુડપેકેટો મૂકાયાં હતા. સ્ટેજના આગળના ભાગે નેતાઓએ ઠંડક માણી હતી ત્યાં પાછલા ભાગે કાર્યકરોએ નાસ્તાપાણી,આઇસ્ક્રીમ ખાઇને પેટમા ઠંડક કરી હતી. સોશિયલ મિડીયામાં ભાજપના આ ફાઇવસ્ટાર ઉપવાસની તસવીરો ય વાયરલ થઇ હતી. એટલુ જ નહીં,વોટરકુલરમાં મિનરલ વોટર નાંખવામાં આવ્યુ હતુ તેનો વીડિયો પણ ફરતો થયો હતો જેના લીધે ભાજપના ઠઠારાભર્યા ઉપવાસની ચારેકોર ટીકાઓ પણ થઇ હતી.