ડિફેન્સ એક્સ્પો 2022 ને લઈને પોલીસ કમિશનરશ્રી એક જાહેરનામું બહાર પાડ્યું છે.આજથી 14 માર્ચ સુધી રિવરફ્રન્ટના રસ્તા બંધ રહેશે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ડિફેન્સ એક્સ્પો યોજાશે.જેમાં ‘ એર શો ‘નો કાર્યક્રમ યોજાશે આ ‘ એર શો ‘ નું રિહર્સલ તારીખ 04, 05 ,07 ,અને 09 માર્ચ સુધી થશે.
તો આ દરમિયાન સાંજે 04:00 થી રાત્રે 8 વાગ્યા સુધી વેસ્ટ રિવરફ્રન્ટનો સંપૂર્ણ રોડ અને ઇસ્ટ રિવરફ્રન્ટ પર લેમન ટ્રી હોટેલથી આંબેડકર બ્રિજ સુધીનો રોડ બંધ રહેશે તેમજ એલિસબ્રિજ અને તેના પછી તરત જ શરૂ થતો ઉમાશંકર જોશી બ્રીજ પણ સંપૂર્ણ બંધ રહેશે