અમદાવાદના બાવળા પાસેના રામનગર ગામે સરકારી અનાજ ભરવાના ગોડાઉનમા આગ લાગી હતી.સવારે ૧૧ વાગ્યાના આસપાસ અનાજ ભરવાના ગોડાઉનમાં આગ લાગી હતી.વેલ્ડીગના કારીગર દ્વારા લોખંડની બારીને વેલડીંગ કરતા સમયે તણખા ઉડતા ઘઉ ભરેલા કોથળામાં આગ લાગી હતી.
જેથી અંદાજે ૨oo જેટલા ઘઉના કોથળા આગમાં બળી ગયા હતા. ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.જો કે મજૂરોએ આગમાં બળેલા ઘઉ ભરેલા કોથળા ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.