મેગાસિટી અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોઇ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. અક અંદાજ પ્રમાણે શહેરમાં દરરોજ નવાં ૮૦૦ વાહનોનુું રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. એએમટીએસ બસ સર્વિસની નિષ્ફળતા અને બીઆરટીએસ બસ સર્વિસના સીમિત વ્યાપના કારણે વધુને વધુ અમદાવાદીઓ અંગત વાહનને પસંદ કરી રહ્યા છે. જોકે મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારના આદેશથી ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે તંત્ર નવા નવા અભિગમને અપનાવી રહ્યું છે. હવે નવા બનતા બગીચાની અંદર જ સહેલાણીઓના વાહનને પાર્ક કરવાની સુવિધા પૂરી પાડવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા ટ્રાફિકની સમસ્યાને ગંભીરતાથી લેવાઇ છે. નાગરિકો માટે વધુને વધુ પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે. ભદ્ર-પ્લાઝા પરિસર જેવાં અનેક પાથરણાંવાળાના ગેરકાયદે દબાણની વચ્ચે પે એન્ડ પાર્ક બનાવાઇ રહ્યો છે. હવે સત્તાવાળાઓએ બગીચાની મુલાકાતે આવતાં સહેલાણીઓના રોડ પર પાર્ક કરાતાં વાહનોથી થતી ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે કમર કસી છે. તંત્ર દ્વારા નવા બનતા બગીચાની અંદર જ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની દિશામાં આયોજન હાથ ધરાયું છે. કમિશનર મૂકેશકુમારના આદેશથી ર૦૦૦ સ્કેવર મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા મોટા બગીચામાં દસ ટકા ભાગ પાર્કિંગ માટે અલાયદો રખાઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ર૪ નવા બગીચા બન્યા છે. જે પૈકીના ગોતા વોર્ડના વંદે માતરમ્ ગાર્ડનમાં તેની અંદર મુલાકાતીઓને પાર્કિંગની સગવડ અપાશે. આ પાર્કિંગમાં પ૦થી ૧૦૦ જેટલાં ટુ વ્હીલર પાર્ક થઇ શકે તેવી ડિઝાઇન તૈયાર કરાઇ છે. જોધપુર વોર્ડમાં ઇસ્કોન મંદિરની પાછળના ગાર્ડનમાં પાર્કિંગ માટેની ડિઝાઇન તૈયાર કરાઇ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.