ઉતરાણના તહેવારો દરમિયાન પક્ષીઓ અને મનુષ્યોના ગળા કપાવાના કારણે મોત થતા હોય છે. જેથી પ્લાસ્ટીક સિન્થેટીક મટીરિયલ્સથી ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર અમદાવાદ પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં ખાસ કરીને પક્ષીઓ સવારે 6થી 8 અને સાંજે 5થી 7 દરમિયાન માળામાં આવતા જતા હોવાથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. અમદાવાદમાં ઉતરાયણના તહેવારો દરમિયાન લોકો પ્લાસ્ટીક, સિન્થેટિક મટીરિયલ્સથી બનાવેલી ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવીને આનંદન માળતા હોય છે. પરંતુ આવી ધારદાર દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે એટલું જ પક્ષીઓ અને બાળકો સહીત મનુષ્યો ગળા કપાવાથી મોતને ભેટતા હોય છે.
જેથી જીવદયાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું બહાર પાડયું છે ક પક્ષીઓ સવારે 6થી 8 અને સાંજે 5થી 7 દરમિયાન માળામાં આવતા-જતા હોવાથી તેમના વિહારના આ સમયે પતંગઉડાડવાનું ટાળવા માટે વિનંતી કરવામાં આવી છે. ચાઇનીઝ દોરી ઉપરાંત કાચથી પાયેલી નાયલોન દોરી અથવા પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવાતા ટુક્કલ સહિતના અન્ય હાનિકારક પાદાર્થોનું કોટીેગ ધરાવતી નુકસાનકાર દોરીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ જાહેર રોડ પર પતંગ ઉડાડવા કે લૂંટવા નહી આવા કૃત્યથી વાહન પર જઇ રહેલા રાહદારીઆનો ગળા કપાવાના તથા મોતને ભેટવાના બનાવો બનતા હોય છે. આ જાહેરનામાનો અમલ તા. 20 ડિસેમ્બરથી તા. 17 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે.
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર દર વખતે જાહેરમાં પતંગ ઉડાડવા તથા ચાઇનીઝ દોરી-તુક્કલ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરન ામું બહાર પાડતા હોય છે છતાં શહેરમાં ચાઇનીઝ દોરીનું ચોરી છૂપીથી ધૂમ વેચાણ થતું હોય છે. અમદાવાદમાં ગેરકાયદે રીતે વેચાતા આવા ચાઇનીઝ દોરીના ગોડાઉનોમાં મહિનાઓ પહેલા મોલનો ખડકલો કરવામાં આવે છે, હપ્તાખોર પોલીસના કારણે આવા પ્રતિબંધીત માલ સામાનનું બેરોકટોક ધૂમ વેચાણ પણ થતું હોય છે.